એક જ રીતથી હજુ કેટલા લોકો છેતરાશે?
રાજકોટમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી યુવતીને શરૂઆતમાં થોડી રકમ આપી ગઠીયા ટોળકીએ જાળમાં ફસાવી લીધી
રાજકોટ: ઓનલાઈન અઅપાતા ટાસ્ક પૂરા કરવાનાં બહાને સાયબર ગઠીયાઓ અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોને શિકાર બનાવી ચૂક્યા છે. આ બાબતે ગઠીયાઓથી સાવધાન રહેવા અવારનવાર સાયબર ક્રાઈમ પોલીસ સંદેશા મૂકે છે. આમ છતાં તેની કોઈ ધારી અસર થતી ન હોય તેમાં નવા નવા લોકો શિકાર બનતા રહે છે. આજ રીતે કૃપાલીબેન ભગવાનજી ભાલારા (ઉ.