છ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફરિયાદ
બ્રાસપાર્ટના ધંધામાં જરૂર પડતાં પ્રથમ રૂા. ૨ લાખ વ્યાજે લીધા બાદ વેપારી યુવાન વ્યાજખોરોનાં વિષયક્રમાં ફસાઇ ગયો, પોલીસ તપાસ શરૂ
જામનગર: જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હતા અને જેણે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી ૨૧ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૩૦૩ માં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના વેપારી યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો સામે સીટી એ.