ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને ગુજરાત ગેસનો ઇમરજન્સી સવસ સ્થળ પર દોડી ગયો
બ્રિજની કામગીરી વેળાએ લાઈનમાં ભંગાણ થયુંઃ ફાયર તથા ગેસ કંપનીના ઈમર્જન્સી સ્ટાફે કામગીરી કરી ગેસ લિકેજ અટકાવ્યું, અર્ધો કલાક ટ્રાફિક ખોરવાયો
ભાવનગર: જયપુર ગેસ દુર્ધટનાની આગ હજુ ઠંડી પડી નથી તેવામાં ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી કરતી વખતે ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું.અને બોરતળાવ જેવા ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં થોડો સમય સુધી નસ ભાગ મચી જવા પામી હતી.આ ધટનાની જાણ થતાની સાથેજ પોલીસ ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ઇમરજન્સી સવસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.અને ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી હતી.