ગત વર્ષના નવેમ્બર-ડિસેમ્બર માસમાં બન્યો હતો બનાવ
દેગવડાના શખસે બાળકીના દાદી અને પપ્પાને મારી નાંખવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો
ભાવનગર: બગદાણા પુનમ ભરવા આવેલી એક ૧૦ વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-૨૦૨૪ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાજકોટ પંથકની એક ૧૦ વર્ષની બાળકી તેના પરિવાર સાથે બગદાણા પુનમ ભરવા આવી હતી. અહીં ભરત પ્રભુદાસભાઈ દુધરેજીયા (ઉ.