ઉનાળામાં જો વધારે પડતી જ ગરમી હોય તો શરીર પર તેની અસર થાય છે. જેને High BPની સમસ્યા હોય તો તેને સાવધાની રાખવાની જરૂર છે. સૂર્યપ્રકાશથી શરીરમાં પાણીની ઉણપ High BPના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. ઉનાળામાં High BPના દર્દીઓએ તેમના ખોરાકમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. ઉનાળામાં High BPના દર્દીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે? જાણો
ઉનાળામાં,પરસેવાથી શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડિહાઇડ્રેશન થઈ શકે છે. પાણીની ઉણપથી બ્લડ પ્રેશર લેવલમાં રહેતું નથી. એટલા માટે દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવો. નારિયેળ પાણી, શિકંજી પીણાં પણ ફાયદાકારક છે. સોડાનું સેવન ટાળો કારણ કે તેમાં વધુ ખાંડ હોય છે.
મીઠાનું સેવન ઓછું કરો
ઉનાળામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મીઠાનું સેવન વધુ ઓછું કરવું જોઈએ. તેનાથી તે બ્લડ પ્રેશર વધારી શકે છે. ખોરાકમાં રેગ્યુલર મીઠાને બદલે સિંધવ મીઠું અથવા સેંધ નમકનો ઉપયોગ કરી શકાય છે. બહારના તળેલા અને પેકેજ્ડ ફૂડમાં વધુ મીઠું હોય છે, તેથી તેનું સેવન ટાળો.
હળવો અને પૂરતુ ભોજન લો
ઉનાળામાં ભારે અને ઓઈલી ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. High BPના દર્દીઓએ ફાઇબરવાળો ખોરાકનું સેવન કરવું જોઈએ. ખોરાકમાં સલાડ, લીલા શાકભાજી, કઠોળ અને દહીં જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તરબૂચ, કાકડી અને પપૈયા જેવા ફળો શરીરને ઠંડંક આપે છે. બીપીને લેવલમાં રાખવામાં મદદ કરે છે.
લાંબા સમય સુધી તડકામાં ના રહો
ઉનાળામાં લાંબા સમય સુધી તડકામાં રહેવાથી શરીરનું તાપમાન વધે છે, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે. ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા સુધી બહાર જવાનું ટાળો. જો તમારે બહાર જવાનું જ હોય તો છત્રી કે ટોપી પહેરો અને ખુલ્લા કપડાં પહેરો, જેથી ગરમી ઓછી લાગે. જો ઘરમાં ખૂબ ગરમી હોય તો પંખા કે કુલરનો ઉપયોગ કરો, પરંતુ તમારા શરીરને ઠંડુ રાખો.
નિયમિત દવા અને ચેકઅપ કરાવો
ઉનાળામાં High BPના દર્દીઓએ સમયસર દવાઓ લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓમાં કોઈ બદલાવ ન કરો. તેમજ તમારે બ્લડ પ્રેશરની તપાસ કરાવતા રહેવી જોઈએ જેથી તમને ખબર પડે કે તમારું બીપી લેવલ નિયંત્રણમાં છે કે નહીં. જો તમને અચાનક ચક્કર આવે, માથાનો દુખાવો થાય કે નબળાઈ લાગે, તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
સ્ટ્રેસથી દૂર રહો અને પૂરતી ઊંઘ લો
જો તમે ઉનાળામાં પૂરતી ઊંઘ ન લઈ શકતા હો અથવા સતત સ્ટ્રેસમાં રહેતા હોવ, તો તમારા બ્લડ પ્રેશરને તે અસર કરશે. High BPના દર્દીઓએ ઓછામાં ઓછા 7 થી 8 કલાક સૂવું જોઈએ. મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી ના જોવું જોઈએ. સૂતા પહેલા તમે નવશેકુ દૂધ પી શકો છો. યોગ અને પ્રાણાયામ પણ BPને લેવલમાં રાખવામાં મદદ કરે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.