Mixing mango and milk: ઉનાળાની ઋતુ શરુ થતાં જ બજારમાં મેંગો શેક વેચાવા લાગે છે. મેંગો શેક પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને પીવું તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર, દૂધ અને કેરીનું સેવન એક સાથે કરવું હાનિકારક માનવામાં આવે છે. કેરી એક મીઠું અને રસદાર ફળ છે, જેમાં નેચરલ સુગર અને ફાયબર હોય છે, જ્યારે દૂધ એક એનિમલ બેસ્ડ પ્રોડક્ટ છે.