આજના સમયમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. સવારે ઉઠવાની સાથે અને રાતે સૂતા પહેલા આપણને ફોન જોઈએ છીએ. કલાકો સુધી ફોન જોતા રહીએ છીએ. શું સતત ફોનનો વપરાશ કરવાથી બ્રેન ટ્યુમરની સમસ્યા થઈ શકે છે? જાણો
મોબાઈલ ફોનથી બ્રેન ટ્યુમરની સમસ્યા થઈ શકે છે. એટલા માટે 8 જૂને વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. જેનો સિદ્ધાંત ફક્ત બ્રેન ટ્યુમર જેવી સમસ્યાથી કેવી રીતે બચાવ કરવો તે છે. બ્રેન ટ્યુમર એક એવી બીમારી છે જે મગજની કોશિકાઓ અસમાન્ય રીતે વધવા લાગે છે અને ગાંઠનું રૂપ લઈ લે છે. ટ્યુમર બે પ્રકારના હોય છે. પહેલા તો તે ધીરે ધીરે વધે છે. અને મૌલિગ્ગનેટ કૈન્સરસ તેજી થી વધવા લાગે છે.
બ્રેન ટ્યુમરના લક્ષણો
બ્રેન ટ્યુમરના ઘણા લક્ષણો હોય છે જેનાથી ખબર પડે છે કે બ્રેનમાં ગાંઠ બની જાય છે. જેનાથી માથું દુખવું, ઉલ્ટી થવી, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યાઓ થાય છે.
મોબાઈલ ફોન અને બ્રેન ટ્યુમરનો શું સંબંધ
મોબાઈલ ફોનથી નીકળતી રેડિએશન એ આપણા મગજ પર અસર કરે છે. તેમજ ઘણા લોકોના સવાલ હોય છે કે શું આ રેડિએશન બ્રેન ટ્યુમરનું કારણ છે? જો કે આનો સીધો સંબંધતો નથી પરંતુ એવો અંદાજો લગાવી શકાય છે કે મોબાઈલ ફોનથી નીકળતા રેડિએશન બ્રેન ટ્યુમરને ટ્રિગર કરી શકે છે.
શું સાવધાની રાખવી જોઈએ?
જો કે તેનું કોઈ પ્રામાણિક પ્રુફ નથી કે મોબાઈલ ફોન બ્રેન ટ્યુમરનું કારણ છે, પરંતુ તો પણ તમારે સાવધાન રહેવું જોઈએ. તમારે ઈયરફોન કે સ્પીકરનો વપરાશ ઓછો કરી દેવો જોઈએ. નાના બાળકોને મોબાઈલ ફોન વધારે પડતો ના આપવો જોઈએ. બાળકો પર મોબાઈલ ફોનની વધારે અસર થાય છે. તેમજ કોલ્સ અને વીડિયો કોલના બદલે ટેક્ટનો ઉપયોગ કરવો જોઈએ. સૂતી વખતે ફોનનો ઉપયોગ ના કરવો જો તમે સૂતા પહેલા તેનો ઉપયોગ કરો તમારા મગજને તે નુકસાન પહોંચાડી શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.