– અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– સાળંગપુર દર્શન કરી ખેડા પરત જઈ રહ્યાં હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
ધંધુકા : ધંધુકા બરવાળા હાઈવે પર તગડી ગામ નજીક ગઈકાલે સવારના સમયે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકમાં સવાર આધેડ મહિલાનું મોત થયું છે.જ્યારે બાઈકમાં સવાર અન્ય બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.