મહાશિવરાત્રિ નિમિત્તે 24થી 26મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ તીર્થસ્થાન ખાતે ત્રણ દિવસનો કળા અને આરાધનાનો અલૌકિક એવો સોમનાથ મહોત્સવ’નું આયોજન કરાયુ છે.
જેનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. 24મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનારા આ ઉદ્દઘાટનની સાથે જ સૌ પ્રથમ વખત પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય કલાકારો દ્વાર સળંગ ત્રણ દિવસ સુધી નૃત્ય અને સંગીત થકી સોમનાથ ભગવાનની આરાધના કરાશે.