ધોરડો ટેન્ટ સીટીમાં મુંબઇવાસી વૃધ્ધનું હૃદય રોગના હુમલાથી મોત
અંજારના વયસ્કનું શ્વાસની બીમારીથી ભારાપર ખાતે મૃત્યુ
ભુજ: ભુજ તાલુકાના લાખોંદ ગામે રહેતા માનસિક અસ્થિર આધેડએ ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો, મુંબઇથી પરિવાર સાથે કચ્છ ધોરડો ફરવા આવેલા વૃધ્ધનું ટેન્ટ સીટીમાં હ્રદય રોગના હુમલાથી નિધન થયું હતું. જ્યારે પૂર્વ કચ્છના અંજાર ખાતે રહેતા વયસ્ક નોકરીની શોધમાં ભટકી રહ્યા હતા. ત્યારે ભારાપર ગામ પાસે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.