Gram Panchayat : રાજકીય પ્રેશર કહો, લોકોના વહાલા થવા કહો કે અન્ય કોઈ કારણોસર ગુજરાત સરકારે પૂરતાં આયોજન વગર નવી નવ મહાનગરપાલિકા જાહેર કરી દીધી હતી. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, નવ મનપામાં સામેલ થયેલી 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાઈ છે. આ 60 ગ્રામ પંચાયતોના લોકો જન્મ-મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યાં છે.
પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. આ સ્થિતિમાં આ સરકારી દાખલાઓ કાઢી આપવાની પ્રક્રિયા મહદ્દઅંશે ખોરંભે પડી છે.