Division of the District : નવી મહાનગરપાલિકા ઉપરાંત જીલ્લાનું વિભાજન કરી સરકારે ગુજરાતીઓને નવી ભેટ આપી હતી પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં પણ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ ઉપરાંત નવી મહાનગરપાલિકા જાહેર થતાં સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદ માં વિરોધનો બૂગિંયો ફુંકાયો છે. આ જોતાં સરકાર માટે તો બકરું કાઢતાં ઉંટ પેઠુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. બનાસકાંઠા બાદ અન્ય જીલ્લાનુંય વસ્તી-વિસ્તાર આધારે સરકાર વિભાજન કરવા જઇ રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ વધુ વકરે તેવો સરકારને ડર પેઠો છે.
પંચમહાલમાં ભાજપ ધારાસભ્ય ફતેસિંહ-નિમિષા સુથાર સામસામે