36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar શિશુ ગૃહમાં કુમકુમ તિલક કરી બાળકને દત્તક લેનાર માતા-પિતાને વધાવવામાં આવ્યા

Gandhinagar શિશુ ગૃહમાં કુમકુમ તિલક કરી બાળકને દત્તક લેનાર માતા-પિતાને વધાવવામાં આવ્યા


શિશુ ગૃહ ગાંધીનગર ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમા કુમકુમ તિલક કરી બાળકને દત્તક લેનાર માતા-પિતાને વધાવવામાં આવ્યા છે,મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુખી જીવન માટે આશિષ આપવામાં આવ્યા હતા.

બાળકની સોપણી દત્તક લેનાર માતા-પિતાને કરવામાં આવી

સ્પેશિયલાઈઝડ એડોપ્શન એજન્સી સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગર સૌજન્ય એસ્ટ્રાલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સંસ્થા શિશુ ગૃહ સેક્ટર -15, ગાંધીનગર ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં એક ત્યજી દેવાયેલી દિકરી અને એક દિકરાને દત્તક લેવાતા માતા પિતાની છત્રછાયા મળી છે. આ ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે આ કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે કુમકુમ તિલક કરી બાળકની સોપણી દત્તક લેનાર માતા-પિતાને કરવામાં આવી.

અધિકારીઓ પણ રહ્યાં હાજર

ઉલ્લેખનીય છે કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સત્તાવાર રીતે બાળક સોંપણીનો આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ અંતર્ગત ચાર મહિનાની દીકરી અને દીકરાને મેળવી ધન્ય ધારા મા બાપને મંત્રીએ કુમકુમ તિલક કરી આવકાર્યા હતા.આ પ્રસંગે અનાથ બાળકોને માતા પિતાની છત્ર છાયા મળતા શિશુ ગૃહના સંપૂર્ણ સ્ટાફ પરિવારમાં ખુશી સાથે ભીની આંખે બાળકોને વિદાય આપતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા.મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુખી જીવન માટે આશિષ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્યજે. એસ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય