Google’s Trouble in UK: અમેરિકા બાદ હવે યુકે પણ ગૂગલની સર્ચ સર્વિસ પાછળ પડી હોવાની ચર્ચા છે. અમેરિકામાં ગૂગલ પર એન્ટી-ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે. એવી શક્યતા છે કે સરકાર ગૂગલને તેનો ક્રોમ વેબ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ વેચવા માટે કહે. જોકે, હવે યુકેની સરકાર પણ ગૂગલની તપાસ માટે આગળ આવી રહી છે. યુકેની કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) દ્વારા ગૂગલની સર્ચ સર્વિસને કારણે ગ્રાહકો, બિઝનેસ અને એડ્વર્ટાઇઝર્સ પર પડતી અસર અંગે તપાસ કરવામાં આવશે.