પોલીસ પૂછપરછમાં વધુ ચારનાં નામ ખુલ્યા
લૂંટ કરેલા સોના – ચાંદીનાં ઘરેણાં અને ઈક્કો કાર સહીત કુલ ૩.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: અંજાર શહેરમાં રહેણાંક મકાનમાં અજાણ્યા ચાર શખ્સો મકાનમાં અપપ્રવેશ કરી યુવાનને બંધક બનાવી અને ઘરમાં યુવાનની માતા અને વેવણને છરી અને ધારીયા બતાડી મારી નાખવાની ધમકી આપી તેમણે પહેરેલા ૭૭ હજારની કિંમતનાં સોના – ચાંદીનાં અલગ અલગ દાગીનાની લૂંટીને અંજામ આપનાર ૮ શખ્સો માંથી ચાર શખ્સોને પોલીસે ગણતરીનાં દિવસોમાં અંજાર – ભચાઉ કેનાલ વાળા રસ્તેથી ઝડપી લીધા હતા અને તેમના પાસેથી લૂંટ કરેલા સોના – ચાંદીનાં દાગીના અને ઈક્કો કાર સહીત કુલ ૩.૨૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.