જામનગર, મોરબી, ખંભાળિયા તથા વીરપુરમાં
દીવથી થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને આવતા અનેક નશાખોરો ખડાધાર આઉટ ચેક પોસ્ટ ખાતે પકડાયા
રાજકોટ: જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ૩૧મી ડિસેમ્બરની રાત્રે રંગારંગ કાર્યક્રમની સાથે નશાખોરોને કાબુમાં રાખવા માટે જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ કમર કસી હતી. અને ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઇવ રાખવામાં આવી હતી. તેમજ સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબી,ખંભાળિયા,વીરપુરમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.