IAS Officer Promotion : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે, ત્યારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બુધવારે બે સિનિયર IAS અધિકારીના પ્રમોશનના હુકમ કરાયા છે. જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ બંને અધિકારીઓને પ્રમોશન સાથે અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
IAS ડી થારા અને IAS વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. તેમજ અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી(Senior Time Scale of IAS)માં વધારો કર્યો છે.