દારૂની 49 બોટલો અને 18 ક્વાટરીયા સાથે ત્રણ ઝડપાયા એક હાથ ન આવ્યા
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે અલગ અલગ છુટા ચાર દરોડા પાડયા હતા. જેમાં પોલીસે રાપરનાં પ્રાગપર ચોકડી પાસે દારૂનાં ૧૮ ક્વાટરીયા, ગાંધીધામનાં મહેશ્વરીનગર વિસ્તારમાંથી દારૂની ૧૦ બોટલો, જૂની સુંદરપુરીનાં રહેણાંક મકાનમાંથી દારૂની ૨૪ બોટલો અને અંજારનાં નવાનગરમાંથી દારૂની ૧૫ બોટલો સહીત કુલ રૂ. ૩૩,૩૭૭નો મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા. જ્યારે એક પોલીસને હાથ આવ્યો ન હતો.