ચોટીલા : ચોટીલા શહેર અને તાલુકામાં દેશી- ઇંગ્લીશ દારૂનાં ધંધો ફુલોફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રીનાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટીંગ ઉપર નાવા ગામની સીમમાં છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી તરફ રાજ્યની ટીમનાં દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ ઇંગ્લીશ દારૂની રેડ કરી જથ્થો ઝડપી પાડતા દારૂનાં વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે થાનરોડ ઉપરનાં નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઇંગ્લીશ દારૂના કટીંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કુદીને પોતાના વાહનો મુકીને નાસી છુટ્યા હતા. પરંતુ આ દરોડામાં દુધનાં ટેન્કર જેવું કચ્છ પાસગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી, બોલરો પીક અપમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 5433 (કિંમત રૂ.31,02, 243), રોકડ રૂ.