Portuguese visa Scam: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ પ્રમાણપત્રના સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને યુ.કે.માં સ્થાયી થવા માટે પોર્ટુગીઝના વીઝા મેળવવા બનાવટી ભારતીય પાસપોર્ટ તૈયાર કરવાનાં મસમોટા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે. એક સસ્પેન્ડેડ તલાટી મંત્રી અને પાંચ પાસપોર્ટ એજન્ટો સહિતના પોરબંદર, સુરત, વલસાડ અને દમણમાંથી નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સમગ્ર પાસપોર્ટ કૌભાંડની વધુ તપાસ એસઓજી દ્વારા ચાલુ કરી દેવાઈ છે.