– મસ્કની કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ,એક્સએઆઇના મૂલ્યમાં ભારે વધારો
– 5 નવેમ્બર, 2024ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી મસ્કની કુલ સંપત્તિમાં 136 અબજ ડોલરનો વધારો : ટેસ્લાના શેરનો ભાવ વધીને 415 ડોલરની ઓલ ટાઇમ હાઇ સપાટીએ
નવી દિલ્હી : અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી ઇલોન મસ્ક પર નાણાંનો વરસાદ શરૂ થઇ ગયો છે જે રોકાવાનું નામ લઇ રહ્યું નથી. તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરના ભાવ સતત વધી રહ્યાં છે અને વિશ્વના સૌથી ધનિક વ્યકિત મસ્ક સંપત્તિની બાબતમાં સતત ઇતિહાસ રચી રહ્યાં છે તેમની કુલ સંપત્તિ ૪૦૦ અબજ ડોલરને પાર કરી ગઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિ ૬૨ અબજ ડોલર વધી છે.