Arctic Ocean: બરફની ચાદરથી ઢંકાયેલો આર્કટિક મહાસાગરમાં બરફ ન હોય, તો કલ્પના કરો કે ત્યાંનો નજારો કેવો દેખાશે. એક અભ્યાસ અનુસાર, આગામી પાંચથી છ વર્ષમાં આર્કટિક મહાસાગરમાંથી બરફ ગાયબ થઈ જશે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, આર્ક્ટિક મહાસાગરનો બરફ 2027 સુધીમાં ઓગળી શકે છે.
પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે
નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે કડક પગલાં લેવામાં નહીં આવે તો 20 વર્ષમાં આપણે પર્યાવરણને ભારે નુકસાન જોશું.