અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી ઝોન 7ની ટીમે ડ્રગ્સ પકડી પાડયું છે,એલસીબીને માહિતી મળી હતી કે આરોપી વાસણા વિસ્તારમાં ડ્રગ્સ લઈને ફરી રહ્યો છે અને તેના આધારે તેની ધરપકડ કરી છે,આરોપી પાસેથી 4.70 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.રાજસ્થાનના પેડલર નરેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે,તો અન્ય એક આરોપી રમેશ જાટ ફરાર છે.પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી.
એલસીબી ઝોન-7ની કાર્યવાહી
ડીસીપીની સ્કોર્ડ એલસીબી ઝોન-7 છે,આ ઝોનમાં વેજલપુર,પાલડી,આનંદનગર,વાસણા,એલિસબ્રિજ,બોડકદેવ જેટલા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે અને આટલા વિસ્તારમાં એલસીબી ઝોન-7ની પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે અને આરોપીઓ પર નજર રાખતી હોય છે,એલસીબી ઝોન 7ની પોલીસે આરોપી વાસણા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહી હાથધરશે,તો આ કેસમાં તપાસ વાસણા પોલીસ કરશે.વાસણા પોલીસને નથી ખબર કે આરોપી ડ્રગ્સ લઈને વાસણામાં ફરી રહ્યો છે ? આખી ઘટનામાં વાસણા પોલીસ ઉંઘતી ઝડપાઈ હોવાની વાત સામે આવી છે.
આરોપી વાસણામાં ધંધો કરતો હતો ?
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો આરોપી ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથધરી છે,શું આરોપી વાસણા વિસ્તારમાં ડ્રગ્સનો ધંધો કરતો ?
06-09-2024ના રોજ 200 કિલો ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે.
10-08-2024ના રોજ પણ ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.
11-08-2024ના રોજ પોસ્ટ ઓફિસમાંથી ઝડપ્યું ડ્રગ્સ
અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.