આ સમગ્ર ઘટનાને લઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે,પોલીસે કહ્યું કે,કાર પૂરઝડપે ચલાવી વાહનોને નુકસાન કર્યુ છે,અગાઉ અકસ્માત કરેલા છે કે નહીં તેની તપાસ ચાલુ છે,આરોપીના બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે મોકલ્યા છે,પ્રાથમિક તપાસમાં કોઈને ઈજા પહોંચી હોય એવું નથી લાગતું,કાર શેન્કો વાલ પ્રાઈવેટ લિમિટેડના નામે છે અને સાંથલ પાસે આ કંપની આવેલી છે,અકસ્માત મુદ્દે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાશે,16 સપ્ટેમ્બરે પણ રીપલ પંચાલે અકસ્માત સર્જયો હતો તે વખતે થાર કાર હતી.FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.
આરોપી કારમાં સિગરેટ પી રહ્યો હતો
બોપલ-આંબલી રોડ પર 4થી 5 વાહનોને અડફેટે લીધા બાદ આરોપી કારમાં સિગરેટ પીને મજા માણી રહ્યો હતો,નશામાં રીપલ પંચાલે ઓવરસ્પીડમાં અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે.સિગારેટ પીધા બાદ કારમાં સ્પ્રે પણ છાંટ્યો હતો,અને લોકોએ કારમાંથી બહાર કાઢી બરોબરનો ફટકાર્યો હતો અને લોકોએ તેના કપડા પણ ફાડી નાખ્યા છે.
રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે: કાનન પંચાલ પત્ની
ત્યારે અકસ્માત કરનાર રીપલ પંચાલની પત્નીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. રીપલ પંચાલની પત્ની કાનન પંચાલે કહ્યું કે હું સવારે મહૂડી દર્શન કરવા ગઈ હતી. રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. રીપલની સારવાર પણ ચાલી રહી છે,ત્યારે દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. રીપલ દારૂ પીવે છે તેવો પણ ખુલાસો કાનન પંચાલે કર્યો હતો. જો કે રીપલ પંચાલની પત્ની જાણે કે ઈજાગ્રસ્તો પર ઉપકાર કરી રહી હોય તે રીતે તેમના સાજા થવાની પણ પ્રાર્થના કરી છે.