– આજે ભાવનગરમાં ગૃહત્યાગ સાથે વર્ષીદાનનો વરઘોડો નિકળશે
– તૃપ્તિ વિભાગના પ્રમુખની પુત્રીનો જૈનાચાર્યોની નિશ્રામાં શત્રુંજય તીર્થની ધન્યધરા પર ભાગવતી પ્રવજયા મહોત્સવ
ભાવનગર : સિહોર તાલુકાના વરલ ગામના વતની અને હાલ ભાવનગર સ્થિત માતૃશ્રી કમળાબહેન હિંમતલાલ ફતેચંદ શાહ પરિવાર દ્વારા શત્રુંજય તીર્થની ધન્યધરા પર આદિ આનંદ ઉપધાન તપનગરમાં ભાગવતી પ્રવજયા નિમીત્તે જૈનાચાર્યોની પાવનકારી નિશ્રામાં આગામી તા.૨૭ થી તા.૨૮ નવેમ્બર દરમિયાન દિક્ષા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સોમવારે મુમુક્ષુ ગૃહત્યાગ કરશે.