– સીસીટીવીમાં અજાણ્યો શખ્સ થેલી કાઢતો દ્રશ્યમાન થયો
– આધેડ લોકરમાંથી ઘરેણા કાઢી ડિકીમાં મૂકી ઘરે આવ્યા ત્યારે રૂ. 3.85 લાખની કિંમતના દાગીના ભરેલી થેલી ચોરાયાની જાણ થઈ : અજાણ્યા તસ્કર સામે ફરિયાદ
ભાવનગર : બોટાદના ઉમૈયાનગર કડવા પટેલ બોડગ પાસે રહેતા આધેડ પુત્રની સાથે એકટીવા પર નીકળી પુત્રને ઓફિસે ઉતારી લોકરમાંથી સોના ચાંદીના ઘરેણાં કાઢી કપડાંની થેલી માં મૂકી એક્ટિવ ની ડિકી માં મૂકી દર્શન કરી પરત ઘરે આવ્યા ત્યારે રૂ ૩.૮૫ લાખ રૂપિયા ભરેલી થેલી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો.