છૂટાછેડાનું પ્રમાણ રોકવા ૧૯૦૭માં ઘડાયેલો કાયદો રદ
જોકે હજુ પણ અમેરિકાના ૧૬ રાજ્યોમાં લગ્નેત્તર સંબંધ ગુનો, જેના આધારે છૂટાછેડા પણ મંજૂર થાય છે
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં ૧૧૭ વર્ષથી પણ જુના એક કાયદાને રદ કરી નાખવામાં આવ્યો છે. જેને પગલે હવેથી ન્યૂયોર્કમાં જીવનસાથી સાથે વિશ્વાસઘાત કરવો કે લગ્નેત્તર સંબંધોમાં જોડાવું અથવા વ્યભિચારને અપરાધ નહીં માનવામાં આવે. ૧૯૦૭માં આ કાયદાને ઘડવામાં આવ્યો હતો, જે હેઠળ સંબંધોમાં ચીટિંગ કે વિશ્વાસઘાત અપરાધ માનવામાં આવતો હતો. જોકે હવે તેને કોર્ટે રદ કરી નાખ્યો છે.