Image: Facebook
Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જોરદાર સમર્થન મળ્યું છે. ભાજપ અને સહયોગીઓએ મહાઅઘાડી ગઠબંધનના સૂપડાં સાફ કરી દીધા છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી બેઠકો પર ચોંકાવનારા પરિણામ મળ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં સેલિબ્રિટી એજાઝ ખાન છે. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા ઉતર્યો હતો.