20.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20.2 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાRussia: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ બોમ્બથી જવાબ આપવાની છેલ્લી ચેતવણી આપી

Russia: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ બોમ્બથી જવાબ આપવાની છેલ્લી ચેતવણી આપી


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને મોટી ચેતવણી આપી છે. તેઓના નિવેદન બાદ આખા વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. પુતિને યુક્રેનના વધતા હુમલા ઉપર બોલતા પસ્ચિમી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, જો રશિયા પર પારંપરિક મિસાઈલોથી હુમલો કર્યો છે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા જરા પણ નહિ ખચકાય. તેઓએ આ વાત પર ભાર મૂક્યો કે, રશિયા પર કોઈપણ પરમાણુ શક્તિની મદદથી કરાયેલા હુમલાનો સંયુક્ત હુમલો માનવામાં આવશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને મોટી ચેતવણી આપી છે. તેઓના નિવેદન બાદ આખા વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. પુતિને યુક્રેનના વધતા હુમલા ઉપર બોલતા પસ્ચિમી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, જો રશિયા પર પારંપરિક મિસાઈલોથી હુમલો કર્યો છે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા જરા પણ નહિ ખચકાય. તેઓએ આ વાત પર ભાર મૂક્યો કે, રશિયા પર કોઈપણ પરમાણુ શક્તિની મદદથી કરાયેલા હુમલાનો સંયુક્ત હુમલો મનાશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત રશિયાની પરમાણુ નીતિમાં નોંધપાત્ર ફેરફારનું પ્રતિનિધિત્વ કરે છે અને યુક્રેનને રશિયા પર ખતરનાક પશ્ચિમી મિસાઇલો છોડવાની મંજૂરી આપવા માટે યુએસ અને બ્રિટનમાં ચાલી રહેલી ચર્ચાઓના જવાબમાં આવે છે. સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પુતિને પરમાણુ નીતિમાં કરવામાં આવેલા ફેરફારો વિશે અધિકારીઓને માહિતી આપી હતી અને કહ્યું હતું કે વિશ્વમાં ઝડપથી થઈ રહેલા ફેરબદલ અને રશિયા માટે વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવું જરૂરી છે.

રશિયા ક્યારે પરમાણુ હુમલો કરશે?
અમેરિકા અને નાટો દેશોએ યુક્રેનને ઘણા વિનાશક શસ્ત્રો આપ્યા છે, પરંતુ યુક્રેનને આ ઘાતક મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે તેનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે જો રશિયા પર ઘાતક મિસાઈલ, ડ્રોન અને એરક્રાફ્ટથી હુમલો કરવામાં આવશે તો તે તેને સંયુક્ત હુમલો ગણશે અને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરીને જવાબી કાર્યવાહી કરી શકે છે. પુતિને ચેતવણી આપી હતી કે માત્ર યુક્રેન જ નહીં પરંતુ તેમને મદદ કરી રહેલા પશ્ચિમી દેશો પણ તેમનું નિશાન હશે.
ક્યૂબા મિસાઈલ સંકટ જેવી સ્થિતિ
યુક્રેન દેશમાં ચાલી રહેલા યુદ્દને લીધે રશિયા અને પશ્ચિમની વચ્ચે તણાવ વધ્યો છે અને આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં તબદિલ થવાના મોડ પર પહોંચી ગયું છે. આ વર્ષ-1962ના ક્યૂબા મિસાઈલ સંકટની યાદ અપાવે છે. જ્યારે કોલ્ડ વોર દરમિયાન બે મહાશક્તિઓ અમેરિકા અને સોવિયત યુનિયન પરમાણુ સંઘર્ષની અત્યંત નજીક પહોંચી ગયું હતું. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય