28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: 1.45 કરોડની ઠગાઈ આચરનારા માસ્ટર માઈન્ડના સાગરીતની ઈકોસેલે કરી ધરપકડ

Surat: 1.45 કરોડની ઠગાઈ આચરનારા માસ્ટર માઈન્ડના સાગરીતની ઈકોસેલે કરી ધરપકડ


સુરત માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠામણું કરતા માસ્ટર માઈન્ડના સાગરીતની ઈકોસેલે ધરપકડ કરી છે. કાપડનો માલ ખરીદી પેમેન્ટ ના ચૂકવી અને દુકાન બંધ કરીને રૂપિયા 1.45 કરોડની છેતરપિંડી આચરી હતી.

કાપડનો માલ ખરીદી 1.45 કરોડની કરી હતી ઠગાઈ

સાહિલ શેઠના સાગરીત કિશનલાલ ચાંડકની ધરપકડ ઈકોસેલ દ્વારા કરવામાં આવી છે. વર્ષ 2023માં બિપિન ગાબાણી સાથે માસ્ટર માઈન્ડ સાહિલ શેઠની મિત્રતા થઈ હતી અને સાહિલ શેઠે બિપિન ગાબાણી અને અન્ય નવ વેપારીઓને માલ મોકલવાનું કહ્યું હતું અને આ બધાને બિપિન ગાબાણીએ 1.45 કરોડનો માલ આપ્યો હતો.

બિપીન ગાબાણીએ 1.45 કરોડનો માલ આપ્યો હતો

ત્યારબાદ બિપિન ગાબાણી ઉઘરાણી પર નીકળ્યા ત્યારે નવમાંથી માત્ર બે દુકાનો જ ખુલી જોવા મળી હતી અને સાહિલ શેઠ વિરુદ્ધ શંકા જતા બિપિન ગાબાણીએ 9મી મેના રોજ ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ઈકો સેલ દ્વારા ઉધના સંઘમાં કુળદેવી ક્રિએશન નામથી દુકાન ખોલનાર કિશન ચાંડકની ધરપકડ કરવામાં આવી છે.

સુરત ACB દ્વારા અઠવા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ

બીજી તરફ સુરત ACB દ્વારા અઠવા પોસ્ટના PSIની ધરપકડ કરવામાં આવી છે. PSI લલિત પુરોહિત અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બનસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ના નોંધવા માટે રૂપિયા 3 લાખની લાંચની માગણી કરી હતી અને આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા લાંચ લેતા પીએસઆઈને ઝડપી લેવામાં આવ્યા હતા. બનસકાંઠા ACB વિભાગમાં ફરિયાદી દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને સુરત ACB દ્વારા PSI પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને છેતરતી ગેંગ ઝડપાઈ

સુરતમાં રિક્ષામાં પેસેન્જરને છેતરતી ગેંગ આખરે હવે ઝડપાઈ છે. પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ પકડાઈ છે. લિંબાયતના નીલગીરી સર્કલથી 4 લોકો પકડાયા છે. ઐયા ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.52 લાખ કબ્જે કરવામાં આવ્યા છે. આસિફ શેખ, અફઝલ શેખ, ઈસરાઈલ ચૌહાણ અને ઈમરાન શેખની ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે 4 વાગ્યે ઓટો રિક્ષા લઈ નીકળતા અને એકલ દોકલ પેસેન્જર બેસાડી ચોરીને અંજામ આપતા હતા. શહેરના વરાછા, કાપોદ્રા, પૂણા વિસ્તારમાં ચોર ગેંગ સક્રિય હતી અને ઐયા ગેંગ સામે અત્યાર સુધીમાં 22 ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય