25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાભારે વરસાદ બાદ હવે વાવાઝોડાએ વડોદરાને ધમરોળ્યું: સીઝનનો 1620 મી.મી. વરસાદ નોંધાયો...

ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાએ વડોદરાને ધમરોળ્યું: સીઝનનો 1620 મી.મી. વરસાદ નોંધાયો | After heavy rains storms now lash Vadodara



Vadodara Rain Update : વડોદરા શહેરમાં ગઈ રાત્રે 110 કિ.મી.ની પ્રતિ કલાક ઝડપે ફુંકાયેલા તોફાની વાવાઝોડા સાથે રાત્રે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વડોદરા શહેરમાં 24 કલાકમાં 80 મીમી વરસાદ સાથે સિઝનમાં કુલ 1620 મીમી વરસાદ નોંધાયો છે. જે સીઝનનો 151 ટકા જેટલો નોંધાયો છે. આ સાથે સમગ્ર જિલ્લામાં વરસાદે નોંધાવેલ ધમાકેદાર એન્ટ્રીમાં કરજણ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઈકાલ સુધી સીઝનનો કુલ વરસાદ 1540 મીમી નોંધાયો હતો. જેમાં ગઈકાલે દિવસ દરમિયાન વધુ 80 મીમી નોંધાતા મોસમના કુલ વરસાદ 1620 મીમી સાથે સીઝનનો કુલ વરસાદ 150.9 ટકા નોંધાયો છે. જ્યારે સાવલી તાલુકામાં દિવસ દરમિયાન પોણો ઇંચ જેવો વરસાદ પડ્યો છે. જોકે વાઘોડિયામાં અડધા ઇંચ થી પણ ઓછો વરસાદ સમગ્ર દિવસ દરમિયાન પડ્યો છે. જોકે ડભોઇ તાલુકામાં દિવસ દરમિયાન અડધા ઇંચ થી વધુ અને અને પાદરા ખાતે માત્ર 8 મીમી અને કરજણ ખાતે 44 મીમી અને શિનોર ખાતે 8 મીમી. જ્યારે ડેસર ખાતે 17 મી.મી. વરસાદ નોંધાયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય