– સ્થાનિક પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી
– પોલીસે રોકડા રૂપિયા અને જુગારનું સાહિત્ય કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાવનગર : ઘોઘા અને ગારીયાધારમાં જુગારની બાજી માંડી બેસેલા છ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે ગારીયાધાર માં બે શખ્સ ફરાર થઈ જવાં માં સફળ રહ્યા હતા.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળતા તુરતજ કુડા ગામના નાળા પાસે દરોડો કરી જુગાર રમતા દિપક ભલાભાઈ ગોહિલ , બૂધા ભરતભાઈ ગોહિલને રોકડ રકમ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.