Mundra Port: થોજા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીનો જથ્થો ઘુસાડવાના કૌભાંડ બાદ ફરી એક વખત સોપારીકાંડ ચર્ચામાં આવ્યું છે. હવે પ્લાસ્ટીકના દાણાની આડમાં દુબઈથી ઘૂસાડાતો સોપારીનો જથ્થો પકડાયો છે. કસ્ટમની એસ.આઈ.આઈ.બી (સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) વિંગ, મુન્દ્રાએ 53 ટન 3 કરોડ રૂપિયાનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે.