Electric Heater: નાના બાળકો કે વડીલોને ઠંડીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એવામાં શિયાળામાં ઘરને ગરમ રાખવું એ મોટી વાત છે. રૂમ હીટર ઠંડીથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી ઠંડીથી બચવા મોટે ભાગે લોકો ઘરમાં રૂમ હીટર તેમજ કારમાં બ્લોઅરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમે પણ બ્લોઅર અથવા હીટરનો ઉપયોગ કરો છો તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. રૂમ હીટર અને કાર બ્લોઅર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે.