જ્યોતિષશાસ્ત્રનાં 27 નક્ષત્રોમાંથી તેરમા ક્રમે ગણાતું નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્ર. હસ્ત નક્ષત્રને પારસી ભાષામાં અવા અને અંગ્રેજીમાં Delta corvi ના નામથી પણ ઓળખવામાં આવે છે. અવકાશમંડળમાં હસ્ત નક્ષત્રની આકૃતિ શય્યા તેમજ બે તારાઓના સમૂહ સાથે ઉત્તર દિશામાં દૃશ્યમાન થાય છે.
નક્ષત્રોના પ્રકારની દૃષ્ટિએ જોતાં હસ્ત નક્ષત્ર તિર્યક મુખ ધરાવતું નક્ષત્ર છે
નક્ષત્રોના પ્રકારની દૃષ્ટિએ જોતાં હસ્ત નક્ષત્ર તિર્યક મુખ ધરાવતું નક્ષત્ર છે. હસ્ત નક્ષત્રના સ્વામી સવિતા (સૂર્ય) ગણવામાં આવે છે. હસ્ત નક્ષત્રના ગણ, દેવ, તેમજ ગોત્ર અત્રિ ઋષિ ગણાય છે. હસ્ત નક્ષત્ર એપ્રિલ મહિનાની પૂર્વ સંધ્યાથી ઉદય થાય છે તેમજ પશ્ચિમ સંધ્યાએ અસ્ત થતો જોવા મળે છે. રાશિ ચક્ર પ્રમાણે જોતાં હસ્ત નક્ષત્ર કન્યા રાશિ સ્થિત નક્ષત્ર સ્વામી ચંદ્ર તેમજ યોગ વ્યાઘાત તરીકે મૂળભૂત સ્વરૂપે જોવા મળે છે.
બાળકના જન્મનો પાયો ચાંદીના પાયા તરીકે એટલે કે શુભ માનવામાં આવે છે
જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર નક્ષત્રોની સંજ્ઞા પ્રમાણે હસ્ત નક્ષત્ર અવકાશ મંડળમાં પુરુષ જાતિના એક તારા સહિત હાથના પંજા જેવો આકાર ધરાવે છે. જે કોઇ બાળકનો જન્મ હસ્ત નક્ષત્રમાં થયો હોય તે બાળકના જન્મનો પાયો ચાંદીના પાયા તરીકે એટલે કે શુભ માનવામાં આવે છે. લઘુ નક્ષત્ર તરીકે ઓળખાતા હસ્ત નક્ષત્ર ક્ષિપ્ર સંજ્ઞાવાળા હોવાથી ચર નક્ષત્રોનાં કર્મો પણ આ નક્ષત્ર દરમ્યાન કરવાં ઘણાં શ્રેષ્ઠ ગણાય છે.
સંજ્ઞાવાળા હોવાથી ચર નક્ષત્રોનાં કર્મો પણ આ નક્ષત્ર દરમ્યાન કરવાં ઘણાં શ્રેષ્ઠ ગણાય છે
તિર્યકમુખ નક્ષત્રોના મૂળભૂત સ્વભાવ પ્રમાણે શ્રેષ્ઠ કાર્યો યાત્રા કરવી, મુસાફરી કરવી, ખેતીકામ, વાવેતર કરવું, પશુપાલન, ઢોર-ઢાંખરની માવજત કરવી, વાહનોની લેવડદેવડ કરવી, સેલ્સમેન, હરી-ફરીને માલનું વેચાણ કરવું, કમિશન ખાતું, એજન્ટ ખાતું, સ્ટેશનરી ખાતું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ખાતું, ઠંડા પાણીના વિક્રેતા, પ્રેસ ખાતું, પ્રિન્ટિંગ ખાતું, ડિઝાઇનર, કાપડની દલાલી ખાતું વગેરે કર્મો ખૂબ જ લાભદાયી ફળ પ્રદાન કરે છે.
બાળકને નિશાળે બેસાડવાનું મુહૂર્ત, વિવાહ તેમજ સગાઇ મુહૂર્તમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે
આ ઉપરાંત મુહૂર્ત શાસ્ત્રના કથન અનુસાર મુંડન મુહૂર્ત, બાળકને નિશાળે બેસાડવાનું મુહૂર્ત, વિવાહ તેમજ સગાઇ મુહૂર્ત, વધૂ ગૃહપ્રવેશ મુહૂર્ત, મંત્ર સિદ્ધ કરવાના મુહૂર્ત, ગર્ભાધાન સફળ કરવાના મુહૂર્ત, ધર્મકાર્ય કરવા માટેના મુહૂર્ત, વગેરે જેવાં ઘણાં કર્મો માટેનાં મુહૂર્તમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
હિન્દુ પંચાંગના કથન અનુસાર જે દિવસે હસ્ત નક્ષત્ર હોય અને તે કોઇ પણ માસની (શુક્લ કે કૃષ્ણ) પક્ષની બીજ, ત્રીજ, સાતમ, આઠમ, અગિયારસ કે તેરસ તિથિ હોય અને તે દિવસે ગુરુ કે શુક્ર અને રવિવાર હોય તો નવા કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. કોઇ પણ દૂરની યાત્રા કે મુસાફરી માટે હસ્ત નક્ષત્ર ને રવિવાર આવતો હોય તો તે વ્યક્તિની યાત્રા અથવા મુસાફરી તેવા મનુષ્યને ઘણો લાભ અપાવી શકે છે.