25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટGadhada: નદીમાં ન્હાવાનો આનંદ માણતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો

Gadhada: નદીમાં ન્હાવાનો આનંદ માણતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો


ગઢડા(સ્વામીના) મુકામે રહેતા એક વૃદ્ધ વ્યક્તિ નદીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતુ. અજાણ્યા વ્યક્તિના નદીમાં ડૂબી જવાના સમાચારના પગલે નગરપાલિકા ટીમ અને સેવાભાવી લોકો દ્વારા ભારે શોધખોળના અંતે મૃતદેહ શોધી કઢાયો હતો.

અકસ્માતે લપસી પડતા નદીમાં ગરકાવ થઈ જવાની ઘટના બની

ગઢડા શહેરમાં રેલવે ગ્રાઉન્ડ ખાતે રહેતા અને ગાડલીયા-લુહારી કામ કરતા પરિવારના અરજણભાઇ માલાભાઈ ડાભી ઉંમર આશરે 70 વહેલી સવારે આઠ વાગ્યા દરમિયાન ઘેલોનદી નીચે આવેલી ધરી પાસેથી વહેતી નદી તરફ જવા નિકળ્યા હતા. આ દરમિયાન નદીમાં નાહવાના ઈરાદે અથવા અકસ્માતે લપસી પડતા નદીમાં ગરકાવ થઈ જવાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે કોઈને જાણ થતા નગરપાલિકા સહિત લાગતા વળગતા લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં તંત્ર સહિતના લોકો એકત્રિત થઈ ગયા હતા.

 મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી

તેમજ દોરડા વિગેરે સામગ્રી સાથે રેસ્કયૂ હાથ ધરી કલાકોને જહેમતના અંતે મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ એકાદ દિવસ પહેલાજ લીંબાળી ડેમનુ પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પાણીની આવક સતત શરૂ રહેતા નદી વિસ્તારમાં વહેતા પાણીના પ્રવાહથી તાણ જોવા મળી રહયુ છે. ત્યારે પાણી જોઈને નદીમાં ન્હાવાનો આનંદ માણતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો નોંધાયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય