સાપ્તાહિક રાશિફળ : આજથી નવેમ્બર મહિનાનું છેલ્લું સપ્તાહ (25 નવેમ્બર થી 1 ડીસેમ્બર ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ તે જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક માહિતી મૂજબ વૃશ્ચિક રાશિના જાતકોએ ઉશ્કેરાટથી બચવું જોઈએ, તેમજ કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. તો ધન રાશિના જાતકોને કોઈ અગત્યની મુલાકાત સફળ થવાનો યોગ બની રહ્યો છે.