રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.
વિક્રમ સંવત 2081 માગશર સુદ આઠમને સોમવાર, પંચક. દુર્ગાષ્ટમી. નવમી ક્ષય તિથિ.
મેષ રાશિ
તમારા મનની અશાંતિ અથવા બેચેની દૂર કરવાનો ઉપાય સફળ બને, લાગણીઓ પર કાબુ રાખવો.
વૃષભ રાશિ
કેટલાક અગત્યના કામકાજો જો અટક્યા હશે તો તેને આગળ વધારી શકશો, પ્રવાસમાં પ્રસન્નતા.
મિથુન રાશિ
આપના ધાર્યા કામકાજો અંગે સંજોગો સાનુકૂળ બનતા લાગે, અગત્યની તક, સમાચાર સારા મળે.
કર્ક રાશિ
આપની કૌટુંબિક, સાંસારિક કે અંગત સંબંધોની બાબત અંગે ચિંતા નિરાશા હશે તો દૂર થાય.
સિંહ રાશિ
આપને વધુ વ્યવસ્થિત અને વ્યવહારિક બનવાની સલાહ છે. જે આપને કાર્ય સફળતા માટે જરૂરી.
કન્યા રાશિ
આપની જવાબદારીઓ કે કાર્યભાર વધતા જણાય, આર્થિક સમસ્યાઓ અનુભવાય, પ્રવાસમાં વિલંબ.
તુલા રાશિ
સમસ્યાઓથી ઘેરાતા લાગશો, પરંતુ ધીરજ, સંયમથી ઉકેલ મળશે, આવક સામે જાવક વધવાનો યોગ.
વૃશ્ચિક રાશિ
અગત્યની કામગીરી યા સામાજિક બાબત માટે સાનુકૂળતા જણાશે, પ્રિયજનનો સહકાર મળે.
ધન રાશિ
નોકરી યા સંપત્તિના પ્રશ્નો મૂંઝવશે, છતાં કોઈ સાનુકૂળ રસ્તો મેળવશો, પ્રવાસ મજાનો નિવડે.
મકર રાશિ
ધીમે ધીમે સંજોગો સુધરતા જવાથી તમારો ઉત્સાહ વધે, ટેન્શન દૂર થાય, સંતાનોની બાબતો પર ધ્યાન આપી શકશો.
કુંભ રાશિ
લાભ અટકતો હશે તો તમારા વધુ પ્રયત્નોથી લાભ હાંસલ કરી શકશો, વિરોધી ફાવે નહીં.
મીન રાશિ
પ્રતિકૂળતા અને અવરોધમાંથી બહાર આવવાનો માર્ગ મળશે, સ્મસ્યા દૂર થાય, આવકની તક.