23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: માગશર સુદ સાતમને રવિવાર, ભાનુસપ્તમી પર જાણો રાશિફળ

Daily Horoscope: માગશર સુદ સાતમને રવિવાર, ભાનુસપ્તમી પર જાણો રાશિફળ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 માગશર સુદ સાતમ. રવિવાર, પંચક, ભાનુસપ્તમી

મેષ રાશિ

કેટલાક અગત્યના કામકાજના વિલંબ કે વિઘ્નનો અનુભવ થાય, અકળાયા વિના પ્રયત્નો ચાલુ રાખશો.

વૃષભ રાશિ

અંત:કરણમાં ઉચાટનો અનુભવ થતો લાગે, ખોટા-વિચારો, નકારાત્મક વલણ છોડજો, સ્વજનનો સહકાર.

મિથુન રાશિ

તમે ઉતાવળા નિર્ણયો લેશો તો ગૂંચવણ વધે, માનસિક સંયમ જરૂરી, આવકનો માર્ગ મળે, પ્રવાસ.

કર્ક રાશિ

સ્વપ્ના કે તરંગોના બદલે નક્કર વાસ્તવિક્તાનો વિચાર કરી તક ઝડપી લેજો, લાભ થશે, ગૃહવિવાદ.

સિંહ રાશિ

આપના પ્રયત્નોનું શુભફળ ચાખી શકશો, ધીરજની કસોટીથી વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળતાના સંજોગ સર્જાય.

કન્યા રાશિ

સામાજિક સમસ્યા-સંતાન અંગે મૂંઝવણ અને વિલંબનો પ્રસંગ જણાય, આખરે સફળતાની મજા માણી શકશો.

તુલા રાશિ

અવરોધને પાક કરી શકશો, ગૃહજીવનના કામકાજ થઈ શકશે, પ્રિયજનથી મિલન, ટેન્શન દૂર થાય.

વૃશ્ચિક રાશિ

લાભની આશા ઠગારી નીવડશે, ગૃહજીવનમાં ચકમક ઝરતી લાગે, નાણાભીડનો અનુભવ થશે.

ધન રાશિ

આપની મનની ઈચ્છા મનમાં રહેતી લાગે, અફસોસનો અનુભવ, પ્રવાસ પર્યટન મુલાકાતથી આનંદ.

મકર રાશિ

સાનુકૂળ સંજોગો અને વિઘ્નો નિવારી શકશો, લાભની તક આવે, પ્રિયજનથી ગેરસમજ દૂર કરી શકશો.

કુંભ રાશિ

આરોગ્યની કાળજી લેવાની સલાહ છે. માનસિક ટેન્શન દૂર થાય, ખર્ચનો પ્રસંગ આવે, મહત્ત્વની મુલાકાત.

મીન રાશિ

ચિંતા-અશાંતિના વાદળ વિખેરાશે ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકૂળતા, સ્નેહીથી મિલન.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય