વડોદરા વિશ્વામિત્રી નદી પરના દબાણમાં પાલિકાએ દબાણ કર્તાઓને આપ્યું હતું અલ્ટીમેટમ જેમાં,13 દબાણકર્તાઓને આપ્યું હતું 72 કલાકનું અલ્ટીમેટમ જેમાં આજે અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો છે.ખાનગી બુલડોઝર દ્વારા તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.ત્યારે જેણે પણ ગેરકાયદેસર દબાણ કર્યુ છે તે લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
દબાણો કરાયા દૂર
વિશ્વામિત્રી નદીમાં ઐતિહાસીક માનવસર્જિત પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. જે અંતર્ગત 13 જેટલા વિવિધ એકમોને નોટીસ પાઠવવામાં આવી હતી. અને દબાણો દુર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. નોટીસમાં જણાવેલી સમયમર્યાદા પૂર્ણ થતા હવે પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે.
વડોદરાના લોકોને શાંતિ નહી
વડોદરા શહેરમાં આવેલ પૂરે શહેર ઉપરાંત સામ્રાજ્ય એક્સટેન્શનમાં તારાજી સર્જી હતી.સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીને સામનો કરવો પડયો હતો.પૂર એટલુ તીવ્ર હતું કે વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી વોલ પણ થઈ ધરાશાઇ થઈ ગઈ હતી.સેફટી વોલ ધરાશાયી થતાં બંગલાઓમાં ફરી વળ્યા હતા પૂરના પાણી,સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કોઈ નાનું નુકસાન નથી પરંતુ પૂરના કારણે મોટુ નુકસાન થયુ છે.રહીશોએ પાંચ લાખ રૂપિયા ખર્ચે આખી સોસાયટીને સ્વખર્ચે કરાવ્યો હતો,ધારાસભ્યે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રહીશોને તાત્કાલિક ધોરણે બનતી મદદ કરવા આપી હતી હૈયા ધારણા.