નવરાત્રિ એટલે આનંદ, ઉલ્લાસ અને માતાજીની સાધનાનો અનોખો સંયોગ. નવ દિવસ ભક્તો ગરબે ઘુમે છે. નવરાત્રિને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમયે દેવી દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે. નવરાત્રિના વર્ષમાં ચાર વખત આવે છે, પરંતુ શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિવિધ સ્થળોએ દેવી માતાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને મોટા પંડાલ બનાવવામાં આવે છે.
શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ
શારદીય નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો ભક્તો કેટલાક ખાસ ઉપાય કરે છે તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના પર કૃપા વરસાવે છે. આ ઉપાયથી માત્ર તેમનું ભાગ્ય નથી બદલાતુ પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે.
નવરાત્રિના પહેલા દિવસે કરો આ ઉપાય
શારદીય નવરાત્રિના પહેલા દિવસે ઘરમાં કળશની સ્થાપના અવશ્ય કરો. આ સાથે જ ઘરમાં દેવી દુર્ગાનું આગમન થાય છે અને તેઓ પ્રસન્ન થઈ જાય છે. કળશ સ્થાપિત કર્યા પછી, અખંડ જ્યોત પ્રગટાવો અને ઉપવાસનો સંકલ્પ લો. આનાથી માતા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘરના બગીચામાં પારીજાતનો છોડ લગાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.
માતા દુર્ગાને ગલગોટાના ફૂલ ખૂબ જ પ્રિય છે
તમારા ઘરના બગીચામાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ અવશ્ય લગાવો. તેનાથી દેવી લક્ષ્મી અને દેવી દુર્ગા બંને પ્રસન્ન થાય છે, જેના કારણે ઘરની તિજોરી ધનથી ભરેલી રહે છે. માતા દુર્ગાને ગલગોટાના ફૂલ ખૂબ જ પ્રિય છે. નવરાત્રિના પહેલા દિવસથી ગલગોટાના ફૂલ ચઢાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તને ઇચ્છિત પરિણામ આપે છે.