ગુજરાત સહિત ભારતમાં પણ આવા ઘણા મોટા કૌભાંડો થયેલા છે. 2G કૌભાંડ, રાફેલ કૌભાંડ, નેશનલ હેરાલ્ડ કેસ જેવા નામી કૌભાંડોમાં મોટા નામી લોકો પર આરોપ લાગેલા છે.
સરકારને કરોડોનું નુકશાન કરીને પોતાના ખિસ્સા ભરવા એ એક મોટો ગુનો છે. જે આજે ભ્રષ્ટ નેતાઓ અને મોટા આરોપીઓ આવા ગુનાઓ આચરતા હોય છે.
મહેસાણામાં ઝડપાયું કૌભાંડ
રાજ્યમાં અવારનવાર કૌભાંડો લોકોની સામે આવતા જ હોય છે. અસામાજિક અને લેભાગુ તત્ત્વો ભોળા લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે પેંતરાઓ રચતા હોય છે. એવા ઘણા કૌભાંડો છે, જેમાં ઉલ્લેખનીય એવા bz કૌભાંડ, નકલી સર્ટિફીકેટથી નોકરી મેળવવાનું કૌભાંડ, GST કૌભાંડ, ટોલનાકા પર કૌભાંડો જેવા ઘણા કૌભાંડ સામે આવે છે. જેનો ભોગ લોકો અને સરકાર જ બને છે. ત્યારે આવું જ એક કૌભાંડ મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યું હતુ. જેમાં એજન્સી દ્વારા અનફિટ વાહનોને ફિટ જાહેર કરીને સરકારને છેતરી હતી.
વાહન ટેસ્ટિંગનુું કૌભાંડ
rto ઓફિસર સ્વપ્નિલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં વાહન ટેસ્ટિંગનું કૌભાંડ સામે આવ્યું છે. જે વાહન ટેસ્ટિંગનો પરવાનો લેનારી એજન્સીએ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જે એજન્સી વાહનોને અનફિટ કે ફિટ સર્ટિફિકેટ આપતી હતી. મળતી માહિતી મુજબ એજન્સીના સંચાલકોએ ટેસ્ટ માટે આવેલા વાહનોને ફિટ હોવાના સર્ટિફિકેટ આપ્ચા હતા. જેમાં એજન્સીએ 316 વાહનોને ફિટ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મળતી વિગતો મુજબ આ એજન્સી દ્વારા 316 જેટલા વાહનોની અનઉપસ્થિતિમાં ટેસ્ટ વિના જ ફોટાના આધારે આ વાહનોને ફિટ જાહેર કર્યા હતા. તો તેમણે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને સરકાર સાથે જ એજન્સીએ છેતરપિંડી આચરી હતી. જે એજન્સી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.