સાધલી પંથક માં પવન સાથે વરસાદે ધમકેદાર એન્ટ્રી કરી હતી તેમજ વીજળી ના કડાકા ભડાકા સાથે સાધલી ની લાઈટો ગુલ થઈ હતી સાધલી પંથકમાં છેલ્લા ઘણા સમય થી ભારે ઉકડાટ અને બફરા વચ્ચે નગરની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી, ત્યારે ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા સાધલી પંથક માં ઠંડક પ્રસરી હતી.
એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડયો હતો મુખ્ય બજાર બસ સ્ટેન્ડમાં પાણી વહેતા થયા હતા અને સાધલી પંથકમાં વીજળી ગુલ થઈ હતી, તેમજ આજુબાજુના ગામડા ઓમાં પવનના વાવાઝોડા સાથે કેટલીક જગ્યાએ પતરા ઉડી ગયા હતા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. શિનોર તાલુકામાં પણ ભારે ગાજવીજ સાથેવરસાદ ખાબક્યો હતો. મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા.