સુરતમાં ઉતરાયણ પર્વને લઈ પાલિકા સચેત બની ગઈ છે જેમાં ઉત્તરાયણના તહેવારમાં ફલાય બ્રિજ અને ધાબા બન્ને બ્રિજની બરોબર સરખામણીએ આવતા હોવાથી કોઈ દુર્ઘટના ના બને તેને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.પાલિકા અને પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિજનું સિટી સુરત
ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ અને પાલિકા સચેત થઈ ગઈ છે,ત્યારે ટુ-વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતાં હતાં તેને અટકાવવા માટે પોલીસ દ્વારા અને પાલિકા દ્વારા પહેલ કરવામાં આવી છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બન્ને બ્રિજ બંધ રહેશે તેનું સુરતીઓએ ધ્યાન રાખવું પડશે.
પોલીસ બંદોબસ્ત પણ રહેશે
આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15 જાન્યુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે આ માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા ઉત્તરાયણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે અને સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાય ઓવર બ્રિજ ના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે સાથે સાથે પતંગનો દોરો ઓવર બ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવવામાં આવી રહ્યો છે.