– મહાપાલિકાના 60 જેટલા કર્મીની બદલીની ફાઈલ લાંબા સમયથી ધૂળ ખાતી હોવાથી ચર્ચા
– સરકારમાં 3 કે 5 વર્ષે અધિકારી-કર્મચારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં નિયમનુ પાલન થતુ નથી
ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં એક જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને આ કર્મચારીઓની બદલી કરવા માટેની હિલચાલ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ કારણસર બદલી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે પરંતુ ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી. સરકારી અધિકારી-કર્મચારીની ૩ થી ૫ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે ત્યારે મહાપાલિકામાં બદલી કરવામાં ઠાગાઠૈયા ચાલી રહી હોવાનુ જણાય રહ્યુ છે.