– ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે શાળા બાદ બીજા દિવસે હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ
– ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોવાથી ર હોસ્પિટલને નોટિસ ફટકારી : આગામી દિવસોમાં ફાયર વિભાગ તપાસ યથાવત રાખશે
ભાવનગર : ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગે આજે બુધવારે સતત બીજા દિવસે ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે મંગળવારે કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ કર્યા બાદ આજે હોસ્પિટલોમાં તપાસ કરાઈ હતી અને જે હોસ્પિટલના સંચાલકોએ ફાયર સેફ્ટી રીન્યુઅલ કરાવી ન હતી, તે હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હતી.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ૭૦ શાળા, હોસ્પિટલ વગેરે સ્થળે તપાસ કરવામાં આવશે અને ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોય તેને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવશે.