સુરત ભાજપના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ ઉભો થયો છે જોકે, આ વિવાદ સાથે આગામી દિવસોમાં સુરત શહેર પ્રમુખ માટેનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. 28 ડિસેમ્બરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી બેઠકમાં શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કરશે તેથી સાથે પ્રમુખના નામની જાહેરાત પણ નજીકના દિવસોમાં કરી દેવા માટે કવાયત શરૂ થઈ છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ શહેર પ્રમુખ ની જાહેરાત થશે તેમાં સી.આર. પાટીલનો હાથ ઉંચો રહી શકે છે. જોકે, મૂળ સુરતી પ્રમુખ આવશે કે સૌરાષ્ટ્રીયન તે અંગે ચાલી રહી છે અનેક અટકળો સાથે નામ પણ ચર્ચાઈ રહ્યાં છે.