સુરત શહેરમાં ભાજપ દ્વારા 30 વોર્ડના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત સાથે જ કાર્યકરોમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 30 વોર્ડમાંથી એક પ્રમુખ તો ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું જ્યારે બીજા તો પાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે ઉભા રહ્યાં હતા તેવાને વોર્ડ પ્રમુખ બનાવી દીધા છે. જ્યારે એક વોર્ડ પ્રમુખ તો નવા છે તેમને કોઈ ઓળખતું નથી જ્યારે એક વોર્ડમાં તો માત્ર ચાર સમર્થક હતા તેવાનો પ્રમુખ બનાવી દેવાયા છે. આમ વોર્ડ પ્રમુખ માટે માનીતાને ગોઠવવા માટે વય મર્યાદા પણ ભુલી જવામાં આવી છે અને બે ટર્મના સક્રિય સભ્ય નો નિયમ પણ બાજુ મૂકી દેવામા આવ્યો છે. આમ વોર્ડ પ્રમુખ ની જાહેરાત સાથે પાંચ વોર્ડમાં તો વિરોધ ઉભો થયો છે આગામી દિવસમાં નવો વિરોધ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.