તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે. તે 28 જુલાઈ, 2008 ના રોજ શરૂ થયો હતો અને ત્યારથી આ શોએ દર્શકોને ખૂબ હસાવ્યા છે. સોશિયલ મીડિયા પર આ શોની જોરદાર ફેન ફોલોઈંગ છે. ફેન્સ એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીની રજાને લઈને અસિત કુમાર મોદી સાથે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે દિલીપ જોષીએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો. પરંતુ આ ચર્ચાઓને સંબોધતા દિલીપ જોશી અને અસિત મોદીએ તેને અફવા ગણાવી હતી.
થોડાં સમય પહેલાં જેઠાલાલે કોમેડિયન સૌરભ પંત સાથેના પોડકાસ્ટ શોમાં ચોંકાવનારી વાત કહી હતી. દિલીપ જોષીએ કહ્યું હતું કે તેમણે એક ડાયલોગ બોલ્યો હતો, જેના કારણે ભારે હોબાળો થયો હતો.
દયાબેનને આ 3 શબ્દો કહેવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા જેઠાલાલ
એક્ટર દિલીપ જોશીએ પોતે કોમેડિયન સૌરભ પંતના પોડકાસ્ટ શોમાં આ વિશે જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે, ઓ પાગલ ઔરત વિશે, મેં તેને સુધારી છે. સેટ પર આવી સ્થિતિ આવી, દયાએ જે રીતે પ્રતિક્રિયા આપી, તે સીન કરતી વખતે મેં કહ્યું, ‘ઓ પાગલ ઔરત’. એનો મતલબ શું છે, ‘તે કંઈ પણ બોલી રહી છે.’ પણ પાછળથી તેના પર કોઈ વિમેન લિબરેશન કે મૂવમેન્ટ થયું, મને કહેવામાં આવ્યું, ‘તમે હવેથી આવું નહીં કહો.’
દિલીપ જોષીએ કહી આ વાત
દિલીપ જોશીએ વધુમાં કહ્યું હતું કે, “જો કે તે કોઈને અપમાનિત કરવા જેવું ન હતું. આ એક મજાક તરીકે કહેવામાં આવ્યું હતું. પરંતુ મને લાગે છે કે કેટલાક લોકોએ તેને ખોટી રીતે લીધો છે અને તેમને તે ગમ્યું નથી.” શોમાં જેઠાલાલ અને દયાબેન વચ્ચેના નાના નાના પ્રેમભર્યા ઝઘડા પ્રેક્ષકોને ગમે છે. દયાબેને વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. જે બાદ તે ફરી પરત આવી ન હતી. એક્ટ્રેસ બે બાળકોની માતા છે. તેમની પુત્રીનું નામ સ્તુતિ છે. ગયા વર્ષે જ તેણે પુત્રને જન્મ આપ્યો હતો.