Surat : દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ ચોમાસાની સીઝનમાં કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમ સાઈટ પર જવાનું પસંદ કરે છે. વન વિભાગની ઇકો ટુરિઝમ સાઈટ પર રજાના દિવસોમાં પણ ભીડ ઉમટે છે. જોકે, હવે સુરતવાસીઓને પોતાની ઇકો ટુરિઝમ સાઈટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત આવશે નહીં. ડુમસમાં જ વન વિભાગે અનોખી અને આકર્ષક સાઈટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગ આઉટ પ્લેસ જેવો રોમાંચ પણ આપશે.